‘લવ જેહાદ’નો ભોગ બનેલી યુવતીઓને પાછી લવાશે| તલાટીઓની હડતાળ

2022-08-01 49

સિદસર ઉમિયા ધામના પ્રમુખ જયરામ પટેલે પાટીદાર સમાજની દીકરીઓને ભગાડી જવાના મુદ્દે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, લવ જેહાદનો ભોગ બનેલી યુવતીને પરત લાવવા માટે બેઠક કરીને યોગ્ય આયોજન કરવામાં આવશે. લવ જેહાદને અટકાવવા માટે લગ્નમાં માતા અથવા પિતાની સહી જરૂરી કરવા અંગે સરકારને રજૂઆત કરાઈ છે. બીજી તરફ પોતાના પડતર પ્રશ્નોને લઈને ગુજરાતના તલાટીઓ આવતીકાલ એટલે કે 2 ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી રહ્યાં છે.